સુપરપાવર અમેરિકાને પાઠ ભણાવવાની ઉતાવળમાં ગોથું ખાઈ ગયું ઈરાન!, જાણો કઈ રીતે
ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે ઈરાક(Iraq) ની અંદર આવેલા અમેરિકી એરબેસ પર તેણે કરેલા હુમલામાં 80 લોકો માર્યા ગયા છે. ઈરાકમાં ઈરબિલ અને અલ અસદ મિલેટ્રી બેસ પર અમેરિકાના સૈનિકો હાજર હતાં. પરંતુ કોઈ પણ અમેરિકી સૈનિક ઘાયલ થયો હોય તેવા તો કોઈ સમાચાર નથી.
Trending Photos
નવી દિલ્હી: ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે ઈરાક(Iraq) ની અંદર આવેલા અમેરિકી એરબેસ પર તેણે કરેલા હુમલામાં 80 લોકો માર્યા ગયા છે. ઈરાકમાં ઈરબિલ અને અલ અસદ મિલેટ્રી બેસ પર અમેરિકાના સૈનિકો હાજર હતાં. પરંતુ કોઈ પણ અમેરિકી સૈનિક ઘાયલ થયો હોય તેવા તો કોઈ સમાચાર નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પણ કહ્યું કે બધુ ઠીક છે. અમારા બધા સૈનિકો સુરક્ષિત છે. અમેરિકી મીડિયાના જણાવ્યાં મુજબ અમેરિકાના સૈનિકોને ઈરાનના મિસાઈલ હુમલો શરૂ થતા જ તે અંગેની જાણકારી મળી ગઈ હતી.
હકીકતમાં ઈરાકથી લગભગ 11 હજાર કિલોમીટર દૂર અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (National Security Agency) એટલે કે NSA નામની ગુપ્તચર એજન્સીને મિસાઈલોની ભાળ મળી ગઈ હતી. NSA દુનિયાભરમાં જાસૂસી ઉપકરણો, સર્વિલાન્સ વિમાનો અને સેટેલાઈટની મદદથી અમેરિકાના દુશ્મનો પર નજર રાખે છે. NSAની મદદથી જ ઈરાકમાં અમેરિકી સૈનિકોને ચેતવણી મળી રહી હતી. એટલે કે અમેરિકી સૈનિકોને ખબર હતી કે ઈરાને તેમને નિશાન બનાવીને મિસાઈલો લોન્ચ કરી છે. એટલે કે તે મિસાઈલો કેટલા સમય બાદ તેમના પર હુમલો કરશે.
મિસાઈલની ચેતવણી
NSAમાં એક ખાસ વિભાગ છે જેનું નામ છે ડિફેન્સ સ્પેશિયલ મિસાઈલ અને એસ્ટ્રોનોટિક્સ સેન્ટર (Defense Special Missile and Astronautics Center). વર્ષ 1964માં આ કેન્દ્રની શરૂઆત થઈ હતી અને કોલ્ડવોર દરમિયાન તે રશિયાની મિસાઈલો અને અંતરિક્ષ કાર્યક્રમ પર નજર રાખતું હતું. ધીરે ધીરે આ કેન્દ્રએ રશિયા બાદ ચીન અને અન્ય દેશો દ્વારા લોન્ચ થતી મિસાઈલોની સર્વિલાન્સ શરૂ કરી દીધી. આ એક પ્રકારની પ્રાથમિક ચેતવણી સિસ્ટમ (Early Warning System) છે જે અંતરીક્ષમાં હાજર સેટેલાઈટ અને દુનિયાના અનેક દેશોમાં અમેરિકા કે તેના મિત્ર દેશોના રડારના ડેટાને ભેગુ કરીને મિસાઈલોના લોન્ચિંગની ખબર આપે છે. છેલ્લા લગભગ 55 વર્ષોથી આ કેન્દ્ર દિવસના 24 કલાક, 365 દિવસ સતત સક્રિય એટલે કે સતર્ક રહે છે.
વર્ષ 1991માં પહેલા ખાડી યુદ્ધમાં આ કેન્દ્રએ અમેરિકા અને ગઠબંધન દેશોની સેનાઓને ખુબ મદદ કરી હતી. આ કેન્દ્રના કારણે ઈરાકના બે એરબેસ પર હાજર હજારો અમેરિકી સૈનિકોને મિસાઈલ હુમલાની ચેતવણી મળી ગઈ હતી અને તેઓ જમીનની નીચે બનેલા બંકરોમાં છૂપાઈ ગયા હતાં. ઈરાનથી લોન્ચ કરાયેલી મિસાઈલો જ્યારે સેકડો કિલોમીટર દૂર હતી ત્યારે જ અમેરિકી સૈનિકોને આ ચેતવણી મળી ગઈ હતી અને તેમની પાસે બચવા માટે ઘણો સમય હતો. બધુ મળીને ઈરાકમાં અમેરિકા અને તેના મિત્ર દેશોના 5 હજારથી વધુ સૈનિકો છે અને મિસાઈલોની જાણકારી મેળવવાની અમેરિકી સિસ્ટમ તેમની સુરક્ષા માટે ખુબ મહત્વપૂર્ણ છે. આ રીતે અમેરિકાએ પોતાના સૈનિકોની સુરક્ષા સફળતાપૂર્વક નક્કી કરી દીધી પરંતુ ઈરાનના મિસાઈલ હુમલા બાદ પોતાના સન્માનની રક્ષા માટે હવે અમેરિકા જવાબી હુમલો કરી શકે છે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
પશ્ચિમ એશિયામાં અમેરિકાની તાકાત
ઈરાનથી અમેરિકા 11000 કિમી દૂર છે પરંતુ પશ્ચિમ એશિયામાં અમેરિકાના અનેક સૈન્ય અડ્ડાઓ છે. આ જ કારણ છે કે અમેરિકાની સેના પોતાના ઘરમાં જેટલી શક્તિશાળી છે એટલી જ શક્તિશાળી તે વિદેશની ધરતી ઉપર પણ છે. અમેરિકાએ ઈરાન પર દબાણ વધારવા માટે છ B-52 બમ્બ વરસાવતા વિમાન હિન્દ મહાસાગરમાં આવેલા પોતાના સૈન્ય અડ્ડાઓ ( Diego Garcia) પર મોકલી દીધા છે. ઈરાન નજીક અરબ સાગરમાં અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર યુએસએસ કાર્લ વિલ્સન પણ હાજર છે. આ જહાજ પર લગભગ 90 ફાઈટર જેટ અને હેલિકોપ્ટર તૈનાત છે. જે ઈરાક પર હુમલો કરી શકે છે.
ઈરાનથી લગભગ 800 કિમી દૂર કતારમાં અમેરિકાના આધુનિક ફાઈટર જેટ F-22 Raptor તહેનાત છે. Radarની પકડમાં આવ્યાં વગર ઉડવાની ખાસિયત ધરાવતા આ ફાઈટર જેટનો મુકાબલો કરવો ઈરાન માટે મુશ્કેલ બનશે. આ સાથે જ કતારમાં અમેરિકાના 10 હજાર સૈનિકો પણ હાજર છે.
ઈરાનથી 600 કિમી દૂર કુવૈતમાં અમેરિકી સેનાના 13000 સૈનિકો છે અને તેઓ પશ્ચિમ એશિયામાં યુદ્ધ લડવાની ક્ષમતાથી લેસ છે. આ ઉપરાંત ઉત્તર ઈરાકમાં અમેરિકાની સ્પશિયલ ફોર્સ છે. જે ઈરાનની પકડમાં આવ્યાં વગર તેમની સરહદમાં ઘૂસીને મિલેટ્રી ઓપરેશન કરી શકે છે. આ ઉપરાંત પણ અમેરિકાના 1700 સૈનિકો તુર્કીમાં, ત્રણ-ત્રણ હજાર સૈનિકો સાઉદી અરબ, અને જોર્ડનમાં તથા લગભગ એક હજાર સૈનિકો સીરિયામાં પણ છે. બધુ મળીને ઈરન હવે અમેરિકાના સૈન્ય ચક્રવ્યૂહમાં ફસાઈ ગયું છે. અમેરિકા જ્યારે ઈચ્છે ત્યારે આ સૈન્ય અડ્ડાઓ પરથી ઈરાન પર હુમલો કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે